Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફે કહ્યું હતું કે વિરાટ કોહલી જો કેપ્ટન હોત તો ભારત વર્લ્ડકપ 2023 માટે તૈયાર હોત

પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફે કહ્યું હતું કે વિરાટ કોહલી જો કેપ્ટન હોત તો ભારત વર્લ્ડકપ 2023 માટે તૈયાર હોત

વિરાટ કોહલી જો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહ્યો હોત તો ભારત આગામી વન-ડે વર્લ્ડ કપ (2023 ODI World Cup) માટે તૈયાર પૂરેપૂરું હોત, તેવું પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફનું માનવું છે. તેણે રાહુલ અને અય્યર જેવા ઇજાગ્રસ્ત સિનિયરો પર ટીમનો મદાર જોખમી હોવાનું પણ કહ્યું હતું.

વર્ષ 2021ના અંતમાં કોહલીની વનડે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેના થોડા મહિના તેણે પહેલા T-20ના સુકાની તરીકે પદ છોડી દીધું હતું. તે સમયે BCCI એ બંને ફોર્મેટમાં જુદા જુદા બે કેપ્ટન ઇચ્છતું ન હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ રોહિતે વ્હાઇટ-બોલના સુકાની તરીકેની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન 2022ની શરૂઆતમાં ટેસ્ટ સુકાની પદ પરથી પણ કોહલીએ રાજીનામું આપ્યું હતું. જેથી રોહિત ફૂલ ટાઈમ કેપ્ટન બની ગયો હતો. ત્યારબાદ ભારતને એકેય ફોર્મેટમાં સફળતા મળી શકી નથી. 2022માં એશિયા કપમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેમજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાંથી પણ ટીમ બહાર ફેંકાઈ ગઈ હતી.

આ ઉપરાંત ભારત બાંગ્લાદેશ સામે વન-ડેમાં હાર્યું હતું. તેમજ WTC ફાઇનલમાં પણ હારી ગયું હતું. આ ઉપરાંત તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની T20 સીરીઝ પણ ગુમાવી હતી.

ઈજાની ‘પીડા’

ટીમને કેટલાક ખેલાડીઓની ઇજા પણ પરેશાન કરી રહી છે. એશિયા કપ પહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ નહોતી. જેથી ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. અત્યારે તો ભારતીય ટીમ પાસે ઘણા સારા પ્લેયર છે. ત્યારે લતીફે ભારતના હાલના સંઘર્ષ અંગે વિસ્તારથી વાત કરી છે. તે માને છે કે, જો કોહલી કેપ્ટન રહ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત. તે કહે છે કે, જો કોહલી કેપ્ટન રહ્યો હોત તો ભારત વર્લ્ડ કપ માટે 100 ટકા તૈયાર હોત.

આ પણ વાંચો: મેચ ફિકસીંગમાં ભૂંડી રીતે ફસાઈ ગયો ક્રિકેટર, દેશ છોડવા પર પ્રતિબંધ, અગાઉ પણ થયો હતો કાંડ

નવા ખેલાડીને ટકવા દેવાયો નથી

લતીફે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઘણા ખેલાડીઓ સાથે પ્રયોગો કર્યા છે અને જો હું, ભારતની બેટિંગ, મિડલ અને લોવર ઓર્ડરની વાત કરું તો મિડલ અને લોવર ઓર્ડર 4 થી 7 નંબર સુધી કોઈ પણ નવા ખેલાડીને ટકવા દેવાયો નથી. ઘણા બધા બદલાવ થયા છે.

એશિયા કપ પર નજર

વર્તમાન સમયે જસપ્રિત બુમરાહ આયર્લેન્ડ સામેની ત્રણ ટી-20 માટે ટીમ બીનું નેતૃત્વ કરી રહ્યો છે. જોકે, ટીમની નજર 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પર જ છે. આ ટુર્નામેન્ટ બાદ તરત જ 5મી ઓક્ટોબરથી ભારતમાં વન ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે.

First published:

Tags: ICC World cup, Rohit sharma record, Virat kohli record, World Cup 2023

Source link

0
0

RELATED LATEST NEWS

  • infoverse academy
  • 7k Network

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ