Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » રવીન્દ્ર જાડેજાએ કહ્યું એશિયા કપ અને વર્લ્ડકપ 2023 પહેલા ભારત વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં જ પ્રયોગો શક્ય

રવીન્દ્ર જાડેજાએ કહ્યું એશિયા કપ અને વર્લ્ડકપ 2023 પહેલા ભારત વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાં જ પ્રયોગો શક્ય

WORLD CUP 2023: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે વનડે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ છે. આ સિરીઝ 2-1થી ભારત જીત્યું છે. જોકે, પહેલી મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહ્યો હતો. આ દરમિયાન મેનેજમેન્ટે પ્રયોગ કર્યો હતો અને વિરાટ કોહલી તથા રોહિત શર્માને બીજી વન-ડેમાં આરામ આપ્યો હતો. તેમના સ્થાને સંજુ સેમસન અને અક્ષર પટેલને તક અપાઇ હતી. એશિયા કપ અને વર્લ્ડ કપની મેચ નજીકમાં હોવાથી ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રયોગ કરવા આ નિર્ણય લેવાયો હોવાનું ફલિત થયું હતું.

જાડેજાએ શું કહ્યું?

પ્રથમ વનડે મેચ ભારતીય ટીમ જીતી શકી હતી. પરંતુ, આ પછી વેસ્ટ ઈન્ડિઝે બીજી વન ડેમાં 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. બીજી વનડેમાં ભારતની હારથી ટીમની આગળ વધવાની રણનીતિ પર સવાલ ઊઠયા છે. જોકે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટીમમાં કરાયેલા ફેરફારોનું સમર્થન કર્યું છે. અગાઉ મીડિયાને સંબોધતા તેણે કહ્યું હતું કે, હાલ ચાલી રહેલી શ્રેણી એશિયા કપ અને વર્લ્ડ કપમાં પ્રવેશતા પહેલા ટીમ કોમ્બિનેશનનો પ્રયોગ કરવાની એકમાત્ર તક છે.

અમને ટીમનું સંતુલન, શક્તિ અને નબળાઇઓ જાણવા મળશે

જાડેજાએ ખુલાસો કરતાં કહ્યું કે, આ એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલાની સીરિઝ છે. તેમાં અમે પ્રયોગો કરી શકીએ છીએ. અમે નવા કોમ્બિનેશન અજમાવી શકીએ છીએ. એશિયા કપ અને વર્લ્ડ કપ રમવા ગયા બાદ અમે કોઈ પણ પ્રકારના પ્રયોગો કરી શકીશું નહીં. સારી વાત એ છે કે. આનાથી અમને ટીમનું સંતુલન, શક્તિ અને નબળાઇઓ શું છે? તે વિશે ખ્યાલ આવશે.

અમે એશિયા કપમાં કોમ્બિનેશન શું હશે? તે નક્કી કરી લીધું

જાડેજાએ કહું કે, પ્લેઇંગ ઇલેવન કેવી રહેશે? તે ટીમ મેનેજમેન્ટ મગજમાં છે જ. તેણે આગળ કહ્યું કે, કયા કોમ્બિનેશનમાં રમવાના છે તે કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ જાણે છે. મૂંઝવણ જરા પણ નથી. અમે મેચ પ્રયોગોને કારણે નહતા હાર્યા, કેટલીક વખત કન્ડિશન પણ મહત્વની હોય છે. મારા મતે, એક હારથી કોઈ મૂંઝવણ કે શંકા ઊભી થવાની નથી. અમે એશિયા કપમાં કોમ્બિનેશન શું હશે? તે નક્કી કરી ચૂક્યા છીએ.

આ પણ વાંચો: ભારત સામે ફરી ઝૂક્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે આ તારીખે રમાશે IND vs PAK મેચ

જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, અમે બીજી વન-ડેમાં મળેલી હારથી નિરાશ થયા નથી. આ હારથી ટીમના આત્મવિશ્વાસમાં કોઈ ઘટાડો થયો નથી. અમે વિવિધ કોમ્બિનેશન અજમાવી રહ્યા છીએ. અમે જુદી જુદી પોઝિશન પર જુદા જુદા બેટ્સમેનોનો પ્રયોગ કરી શકીએ છીએ.

જાડેજાના મત મુજબ આ શ્રેણીમાં ટીમમાં ફેરફાર કરવા પોસાય તેમ છે. અમને એક હારની ચિંતા નથી, અમે અમારા ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને આત્મવિશ્વાસ છે. અમે બીજી વનડે હારી ગયા, પરંતુ તે ઠીક છે. તેવું થઈ શકે છે. અમે શ્રેષ્ઠ ક્રિકેટ રમત રમવા જઈ રહ્યા છીએ.

First published:

Tags: ICC World cup, Ravindra Jadeja Axar Patel, World Cup 2023

Source link

0
0

RELATED LATEST NEWS

  • infoverse academy
  • 7k Network

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ