Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » વર્લ્ડકપ 2023નું પોસ્ટર થયું રીલીઝ, ક્રિકેટ ફેન્સ નિરાશ

વર્લ્ડકપ 2023નું પોસ્ટર થયું રીલીઝ, ક્રિકેટ ફેન્સ નિરાશ

ICCએ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વર્લ્ડ કપ – 2023 માટે ખાસ પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં ટ્રોફીની સાથે ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમોના કેપ્ટનો જોવા મળે છે. ટ્રોફીની સૌથી નજીક ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને બાજુમાં ઇંગ્લેન્ડનો જોસ બટલર છે. દરેક કેપ્ટને અલગ અલગ પોઝ આપ્યા છે. પણ આ તસવીરમાં કઈક એવું છે, જેના કારણે ઘણા ચાહકો નિરાશ થયા છે.

ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમની નિરાશા વ્યક્ત કરી છે. ચાહકો નિરાશ થવા પાછળનું કારણ એ છે કે, કેપ્ટનો સાચા ફોટોગ્રાફ્સને બદલે તેમના ડિજિટલી એડિટેડ ક્રીએશનમાં જોવા મળ્યા હોવાનું લાગે છે. આ ડિજિટલી એડિટેડ આર્ટ કઈ ખાસ પણ ન હોવાનું ચાહકોને લાગ્યું છે.

ICC Releases Poster for World Cup 2023 and Cricket Fans Aren't Impressed

ICC Releases Poster for World Cup 2023 and Cricket Fans Aren’t Impressed

આ પોસ્ટરને ઘણી બધી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. યુઝર્સ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ પોસ્ટર અંગે એક યુઝરે મજાકમાં કહ્યું કે, ઓકે, વર્લ્ડ કપના પોસ્ટર માટે કોઈ શબ્દો જ નથી. અન્ય એક ચાહકે આર્ટવર્કની મજાક ઉડાવતા લખ્યું કે, આ સુપર બેડ આર્ટ ગમ્યું. ત્રીજા યુઝરે તો વધુ શબ્દોનો ઉપયોગ કર્યા વગર ડાઉનગ્રેડ આર્ટનું લેબલ આપ્યું હતું.

આ પોસ્ટર સામેનો અસંતોષ આટલેથી અટક્યો નથી. એક યુઝરે હતાશ થઈને એવું પણ સૂચવ્યું હતું કે, એવું લાગે છે કે તે AIથી એડિટ કરેલી તસવીર છે! આ દરમિયાન સોશિયલ મીડિયા પર સરખામણીઓ થવા લાગી હતી. ચાહકોએ આ વર્ષના નિરાશાજનક પોસ્ટરને અગાઉની સિઝનના પોસ્ટર સાથે સરખાવ્યું હતું. તેને ક્લાસી અને ઈપિક ગણાવ્યું હતું.

આ સાથે કેટલાક ચાહકોએ ભૂતકાળની યાદ તાજી કરી હતી. અલગ અલગ પોસ્ટર મૂક્યા હતા. ખાસ કરીને 2019 ના વર્લ્ડ કપના પોસ્ટર પર પ્રેમ વરસાવ્યો હતો. તે પોસ્ટરમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અન્ય સુકાનીઓની એકદમ પિક્ચર-પરફેક્ટ સ્નેપ જોવા મળે છે.

આ પણ વાંચો: ભારત સામે ફરી ઝૂક્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે આ તારીખે રમાશે IND vs PAK મેચ

પોતાની નિરાશા વ્યક્ત કરતાં એક યુઝરે લખ્યું કે, વર્લ્ડ કપનું શેડ્યૂલ 13 મહિના અગાઉથી મળ્યું હતું અને 2 મહિના પહેલાં જાહેર કરવામાં આવેલા શેડ્યૂલમાં છેલ્લી ઘડીએ ફેરફાર પણ કર્યા હતા. જોકે હજી સુધી, કોઈ થીમ સોંગ નથી, કોઈ હાઈપ નથી. કેપ્ટનના પોસ્ટરમાં પણ આવું થયું. તમે તેને ડાઉનગ્રેડ પણ ન કહી શકો. આ લખ્યા સાથે યુઝરે જૂના અને નવા પોસ્ટરને બાજુ બાજુમાં મૂક્યા હતા અને કોમેન્ટ કરી કે, આના જેવો સ્વેગ કોઈ પણ પોસ્ટરનો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે, 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેંટનો પ્રારંભ થવાનો છે. છતાં પણ સત્તાવાર કેપ્ટન્સનો ફોટો હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ યોજાનારી મેચ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મેચની સાથે અમદાવાદમાં નવરાત્રી મહોત્સવ પણ છે. જેથી તેની તારીખમાં ફેરફાર થઈ શકે તેવું પણ ઘણા લોકોનું માનવું છે.

First published:

Tags: Cricket World Cup, ICC World cup, Poster

Source link

0
0

RELATED LATEST NEWS

  • 7k Network
  • infoverse academy

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ