Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » વિરાટ કોહલીનો એટીટ્યુડ, ગમે તેટલી ટ્રોફી હારી જાવ પણ હિંમત નહીં હારું

વિરાટ કોહલીનો એટીટ્યુડ, ગમે તેટલી ટ્રોફી હારી જાવ પણ હિંમત નહીં હારું

હાલના સમયે વિરાટ કોહલી (Virat Kohli)ને ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ની કરોડરજ્જુ ગણાય છે. તે અનેક યુવા ક્રિકેટરોનો આદર્શ છે. કોહલીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે મેદાનમાં જેટલો કમાલ કરે છે તેટલો જ કમાલ તે મેદાન બહાર પણ કરતો જોવા મળે છે. તાજેતરમાં જ વાયરલ થયેલા વીડિયો (Virat Kohli viral Video)માં તેની સ્પીચથી અનેક યુવાનોને મોટીવેશન મળ્યું છે.

આ વીડિયોમાં તેની સ્પીચ સાંભળી તેના આટલા ચાહકો શા માટે છે અને શા માટે તેને કિંગ કહેવાય છે તે વાતનો ખ્યાલ આવી જાય છે. શુભ નામના એક યુઝરે ટ્વિટર પર કિંગ કોહલીનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કોહલીને સ્પીચ આપતો જોઇ શકાય છે. તમે તેને IPL મળતી તકો અને તેના અનુભવ વિશે બોલતો સાંભળી શકો છો.

વીડિયોમાં કોહલી શું કહે છે?

તે વીડિયોમાં કહે છે કે, હું 15 વર્ષથી IPL રમી રહ્યો છું અને હું હજી સુધી એક પણ વખત જીતી શક્યો નથી. પરંતુ આ બાબત મને દર વર્ષે ઉત્સાહિત થવાથી રોકતી નથી. હું આટલું કરી શકું છું. આ જ પ્રયાસ હું કરી શકું છું.

તે વીડિયોમાં આગળ, વ્યક્તિએ કેવી રીતે હંમેશા પોતાની પાસેની તક વિશે વિચારવું જોઈએ અને હંમેશાં દરેક ખરાબ બાબતોની બીજી બાજુ હોય છે તે વાત સમજાવે છે. આ વીડિયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, કોઈ કારણોસર જ તે સાચે કિંગ કોહલી છે.

આ વીડિયો અપલોડ થયા બાદ તરત જ લાઈકનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં જ વીડિયોને 36 હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અનેક ટ્વિટર યુઝરે રિએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, તે શ્રેષ્ઠ છે. બીજા એક યુઝરે કહ્યું કે, આ માણસ મને ખૂબ પ્રેરણા આપે છે. સાચે જ કોઈ કારણસર કિંગ છે.

આ પણ વાંચો: BCCI અધ્યક્ષનાં દીકરા માટે મારુ કરિયર બરબાદ કરી નાખ્યું, ગાળો આપી, ધોનીનાં ધુરંધરનો ધડાકો

કોહલીનો વધુ એક વાયરલ વીડિયો

થોડા સમય પહેલા પણ કોહલીનો એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો કોહલીના ટીનએજ સમયનો છે. વીડિયોમાં કોહલીને તેના અસ્તવ્યસ્ત લૂકમાં જોઈ શકાય છે. વીડિયોમાં તે તેના લુકને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહેલા એક મિત્રથી પોતાના વાળને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વધુમાં કોહલીને સનગ્લાસ પહેરેલો જોઇ શકાય છે અને તેના વાળ સ્પાઇક્સમાં જેલનો ઉપયોગ કરીને સ્ટાઇલ કરવામાં આવ્યા છે. તેનો એક મિત્ર તેને કેમેરા સામે હોવાની જાણ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ વીડિયોમાં કોહલીને તેના વાસ્તવિક નિખાલસ સ્વભાવમાં જોઇ શકાય છે.

First published:

Tags: ICC WTC Final, IPL 2023, Virat kohli innings

Source link

0
0

RELATED LATEST NEWS

  • 7k Network
  • infoverse academy

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ