Search
Close this search box.

become an author

Home » આંતરરાષ્ટ્રીય » સુરતના વેપારીએ હરિયાણામાં પક્ષીઓ માટે 7 માળનું મકાન બનાવ્યું, 700 ફ્લેટમાં કલરવ કરશે અબોલ જીવ

સુરતના વેપારીએ હરિયાણામાં પક્ષીઓ માટે 7 માળનું મકાન બનાવ્યું, 700 ફ્લેટમાં કલરવ કરશે અબોલ જીવ

ચરખી દાદરી: દરેક માણસ પોતાના રહેવા માટે એક શાનદાર ઘર બનાવવાની ઈચ્છા રાખતો હોય છે, પણ ભાગ્યે જ કોઈ એ વાતનું ધ્યાન રાખતા હોય છે કે જે પક્ષીઓના કોલાહલ કાનમાં મધુર સંગીત રેલાવે છે, તેમના પણ કોઈ ઘર હોવા જોઈએ. તેની પહેલ હરિયાણાના ચરખી દાદરી ગામના માઈ ખુર્દમાં સૂરતના વેપારી મહેન્દ્ર શર્મા પક્ષી પ્રેમીએ અબોલ જીવ માટે લાખો રૂપિયાના ખર્ચે પક્ષી ઘર બનાવ્યા છે.

સાત માળના આ અનોખા ઘરમાં 700 ફ્લેટ બનાવ્યા છે. જેમાં લગભગ 4 હજાર પક્ષીઓ રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા છે. પક્ષી ઘર બનાવામાં ખાસ માટી તથા અન્ય બાંધકામ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જેથી ગરમી-ઠંડી કે વરસાદની સીઝનમાં પક્ષીઓને કોઈ ટેન્શન ન થાય.

આ પણ વાંચો: VIDEO: સીમા હૈદરે પોતાના ઘરે રક્ષાબંધન મનાવી, જાણો કોને બનાવ્યો ભાઈ

ચરખી દાદરીના ગામ માઈ ખુર્દમાં વેપારી મહેન્દ્ર શર્માના પિતા હરફુલ શર્મા સ્વતંત્રતા સેનાની રહ્યા છે. તેમણે પરિવાર સાથે મળીને એક એવું ઘર બનાવ્યું છે, જ્યાં માણસ નહીં પક્ષીઓ રહી શકે. પર્યાવરણ પ્રેમી પક્ષીઓ માટે 75 ફુટ ઊંચા, 700 ફ્લેટવાળા 7 માળના પક્ષી ઘર બનાવીને એક અનોખી મિસાલ રજૂ કરી છે.
” isDesktop=”true” id=”1535538″ >

લગભગ બે મહિનાથી પણ વધારે સમય લગાવીને કારીગરોએ તેનું બાંધકામ કર્યું છે. બર્ડ્સ-ટાવરમાં લગભગ 4 હજાર પક્ષી આશ્રય લઈ શકશે. તેના નિર્માણને લઈને ગુજરાતના કારીગરોએ ખાસ માટી તથા નિર્માણ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ફ્લેટ જે રીતે બનાવ્યા છે, તે જોતા દરેક સિઝનમાં પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહેશે. પક્ષીઓની સુરક્ષા માટે પણ તે અનુકૂળ છે. પર્યાવરણ પ્રેમી પક્ષીઓના જીવન બચાવવા માટે આ કામને ખૂબ વખાણી રહ્યા છે.

આ પણ વાંચો: ઘરની છત પરથી પસાર થયો 16 ફુટ લાંબો અજગર, જોતા જ લોકો ચિસો પાડવા લાગ્યા

ગામના પૂર્વ સરપંચ વિજય કુમાર તથા દેવરાજ શર્માનું કહેવું છે કે, પક્ષી ટાવર બન્યા બાદ આજૂબાજૂના લોકો જોવા પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આવા ટાવર જોયા હતા. હવે તેમના ગામમાં પક્ષી ટાવર લગાવવાથી પક્ષીઓના સંરક્ષણને લઈને યુવાનોમાં જાગૃતા આવશે અને આગામી પેઢીને કંઈક શિખવા મળશે.

First published:

Tags: Bird, Haryana News

Source link

0
0

RELATED LATEST NEWS

  • infoverse academy
  • 7k Network

Top Headlines

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

ન્યુ પટણી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશેરા નિમિત્તે ભારત માતા નું પુજન તથા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મા વિશ્વ